Wednesday, January 24, 2018

The application to provide the plot is lying in the Collector’s office. Hope that the application may be granted, so that the Allarakhabhai Dafer may get his own house...

Aaisaben Dafer sharing her problems with Mittal Patel 
Allarkhabhai Dafer’s family lives in Shiyani village of Surendranagar District of Gujarat, since many years. From whatever he got from the village boundary, the boundary-keeper Allarakhabhai built his ‘home’ which we call ‘shanty’ in our words. The material to construct the house was twigs, sticks of cotton tree, sesame plants and some plastic sheet to make a roof. Some plastic banners discarded by Ad Agencies like Chitra become the roof for free for the house of this Dafer. People can see the advertisement on hoardings but who bothers to see his entire household beneath that ad? 

Allarkhbhai Dafer's children 
VSSM fieldworker Harshad got tired running to get the Voter’s ID, Ration Card, Aadhar Card issued for these people. He also worked hard to open the bank accounts. “We don’t have that much money to deposit in the bank. Please drop the idea of opening a bank account”, said Allarakhabhai. 

Allarakhabhai was happy when he got his Ration card. He thought that he would get grains and food now but when he went to the government ration shop, he came to know that he was given the APL card which is a mark of prosperous and rich, Above Poverty Line people. 

Dafer family with thier APL Ration card
What do I do with this Kerosene? Earlier there was no light in my hamlet, now I can light a lamp in my hamlet by this Kerosene, otherwise there is no use of this card.”

You can see the plight in the photograph. If they get BPL or Antyoday Ration card, Allarakhabhai’s children can go to school instead of going to collect the cow dung cakes in the morning. 

Allarkhabhai had taken a loan of Rs. 10,000 in order to open the Tea Shop but his wife Aaisaben had some problem in uterus so those money he spent for her treatment. Their poverty is conspicuous but they don’t have the ‘MA’ Card or ‘Vatsalya Card’ to get the medical treatment for free.  

If he may be given the plot, he may built a house for him but if he doesn’t fit in the criteria of the government ‘Below Poverty Line’, he is not getting plot as well.  

The living condition of Dafer families
The application to provide the plot is lying in the Collector’s office. Hope that the application may be granted, so that the Allarakhabhai may get his own house. 

I was sitting with Aaisaben. She asked, “When will I get the house?” I did not have an answer…
Else, we can see their house and APL Ration cards in their hands…  


સુરેન્દ્રનગરના શિયાણીમાં વર્ષોથી અલ્લારખા #ડફેર નો પરિવાર રહે. સીમરખા અલ્લારખાને સીમમાંથી જે સંશાધનો મળ્યા એનાથી અમણે ઘર આપણી ભાષામાં કહીએ તો છાપરુ બનાવ્યું. કપાસની સાંઠી, તલના છોડના સાંઠીકડા એ ઘર બાંધવાનો સામાન ને એની ઉપર પ્લાસ્ટીક. ક્યારેક તો ચિત્રા કે એવી કોઈ જાહેરાતની એજન્સીએ ઉતારી કાઢેલા પ્લાસ્ટીક આ છપરાં માથે ઢંકાય ને સાવ મફતમાં જે તે કંપનીની જાહેરાત ડફેરનું છાપરુ કરે. જો કે આ જાહેરાત આભમાં ઉડવાવાળાને જ દેખાય. બાકી એમના છાપરે કોને કામ હોય તે જાય?

#મતદારકાર્ડ, #રેશનકાર્ડ, #આધારકાર્ડ અને બેકમાં ખાતા #VSSM ના કાર્યકર હર્ષદ થકી થયા. 
‘અમાર પાહે એવા પૈસા ક્યાં સે તે બેકમાં મુકવા જાઉં પડે. રેવા દયોને ખાતા ખોલાવાનું.’ એવું અલ્લારખાભાઈએ કહેલું. 
રેશનકાર્ડ મળ્યું ત્યારે રાજી થઈ ગયેલા. હતું કે હવે #અનાજ મળવાનું. પણ જ્યારે દુકાને ગ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે, સરકારની સુખી લોકોની પરિભાષામાં તેમનો સમાવેશ થયો છે એટલે એપીએલ રેશનકાર્ડ મળ્યા છે.
‘બેન નકરુ ઘાસતેલ મળે ઈને હું ધોઈ પીવાનું. હા અમાર ડંગામાં પેલા લાઈટ નોતી તે હવે આ ઘાસતેલથી દીવો તો જગાવી હકાય સે. બાકી આ કેડ કાંય કામનું નથ..’
ફોટોમાં સ્થિતિ તો જોઈ જ શકાય છે. બી.પી.એલ. કે #અંત્યોદય રેશનકાર્ડ મળે તો અલ્લારખાભાઈના ટાબરિયા સીમમાં સવારથી છાણ વિણવા નીકળી જાય છે એની જગ્યાએ નિશાળ જવાનું કરે. 
દસ હજારની #લોન ચાની લારી કરવા અલ્લારખાએ લીધી પણ પત્ની આઈસાબેનને ગર્ભાશયની તકલીફ થઈ તે બધા પૈસા એમાં ખર્ચાઈ ગ્યા. ગરીબી તો નજરે ચડે છે પણ એમની પાસે ક્યાં ‘મા’ કાર્ડ કે ‘વાત્સલ્ય’ કાર્ડ હતા તે મફતમાં સારવાર થાય...
રહેવા પ્લોટ મળે તો ઘર બાંધી આપીશું. પણ જુઓને સરકારે જાહેર કરેલી ગરીબી રેખા નીચે આમનો સમાવેશ નથી તે એનોય મેળ પડતો નથી.. 
પ્લોટની માંગ સાથેની અરજી કલેક્ટર કચેરીમાં વર્ષોથી પડી છે.. આશા છે એ અરજીનો હકારાત્મક નિકાલ આવે ને અલ્લારખાભાઈનો પરિવાર ઘરવાળો થાય...
આઈસાબેન સાથે બેસી. એમણે પુછ્યું, ‘ઘર ક્યારે થાશે?’મારી પાસે જવાબ નહોતો ...
બાકી મળેલા #એપીએલ રેશનકાર્ડ સાથે એમના #ઘર તો આપણે જોઈએ જ છીએ.

#BPL #APL #Mittalpatel #Commitment, #ConditionOfNomads, #HumanApproach, #MittalPatelWithNomads, #nomadsofGujarat, #DaferFamilies, #DenotifiedTiebs #Livingconditions