Wednesday, November 08, 2017

VSSM and its well-wishers help Subhan Dafer get better….

Current Picture of Subhan Dafer with Mittal Patel
Our Subhan, few months after her birth a tumor began developing near her naval. The tumor and Subhan continued to grow together. The doctors advised for a surgery to remove it but, Subhan’s parents had scarce financial resources to afford the surgery. They continued some traditional practices. Some advised to brand her tumor and the parents even followed the advice hoping the tumor will subside. Wonder how this little girl would have endured so much pain.

We happened to visit a Dafer settlement where Subhan lived with Bharatbhai Patel, a brilliant and sensitive photographer and our London based wellwisher. On his return, Bharatbhai shared with us the pictures he had captured. It was very evident that it was a hernia tumor on Subha’s belly. Rajkot based Dr. Nileshbhai Nimawat agreed to help Subhan’s parents and operate Subhan. It was a risky operation and her parents were afraid to take chances. It took numerous efforts, cajoling and firm words to convince them. Even after the removal of coconut sized tumor from her belly Subhan found it difficult to walk straight as she was not used to walking without the extra weight. The cost of the surgery remained nominal as the doctor just took medicine expenses from us.

After Picture of Subhan Dafer when her
tumour was removed through operation
Recently, I was in Bhojwa. “Ben, do you recognize her?” asked Subhan’s mother who had come to meet us. I was trying to recollect  and she lifted Subhan’s shirt to show me her flat belly. “This is Subhan. We got her operated. See, the tumor is gone!”

It was one of those moments when one experiences the pleasure of being of help to someone else. The parents were happy, the entire settlement was happy and we were happy!!

We are grateful to all those who helped us treat Subhan’s condition, our well-wishing donors, Dr. Nileshbhai Nimawat, Vimla who referred Dr. Nileshbhai to us…..

The before-after pictures I share here are just for reference.

આ અમારી સુભાન. જનમ્યાના થોડા જ સમયમાં ડુંટી પર ગાંઠ થઈ. ને એ દિવસે દિવસે મોટી થતી ગઈ. #ડોક્ટરને બતાવ્યું. એમણે ઓપરેશન માટે કહ્યું પણ એ માટેના પૈસા સુભાનના મા- બાપ પાસે નહીં. #ઘરગથ્થુ ઉપચાર શરૃ કર્યું. કોઈએ કહ્યું, રસોડી છે ડામ આપો ઢીક થઈ જશે. મા- બાપનેય પોતાની #દીકરીના પેટ પર ડામ દેતા જીવ બળ્યો પણ આશય તો દીકરી ઠીક થઈ જાય એવો ને? એટલે ડામેય આપ્યા. નાનકડી સુભાને આ બધુ કેમ કરીને સહન કર્યું હશે...
Before Picture of Subhan Dafer when
tumour began developing near her naval

#લંડન થી ભરતભાઈ આવ્યા ને સુભાન જ્યાં રહે તે વસાહતમાં #ડફેરોને મળવા ગયા. એમણે સુભાનને જોઈ અને એનો ફોટો પાડી અમને મોકલાવ્યો. ગાંઠ હર્નિયાની જોઈને જ ખબર પડી. ઓપરેશન માટે રાજકોટના ડોક્ટર નિલેશભાઈ નિમાવતે તૈયારી દર્શાવી. પણ મા- બાપને બીક લાગે. રખેને ઓપરેશન વખતે સુભાનને કાંઈક થઈ જાય તો. માંડ માંડ સમજાવ્યા ને થોડા ધમકાવ્યા ત્યારે જતા ઓપરેશન માટે રાજી થ્યા. ઓપરેશન જોખમી પણ રહ્યું. સુભાનના પેટ પરની નાળિયેર જેવડી ગાંઠ દુર થયા પછી થોડા દિવસ તો સુભાન સીધી ચાલીએ ના શકી. મૂળ તો ગાંઠના ભાર સાથે જ જીવવા ટેવાયેલીને એટલે....

ડોક્ટરે અમારી પાસેથી ફક્ત દવાનો ખર્ચ લીધોને સુભાન સાજી થઈ ગઈ. હમણાં ભોજવા જવાનું થયું ને સુભાનની મા એને લઈને આવી. બેન આને ઓળખી... હું વિચારતી હતી ત્યાં તો એની માએ એનો ડ્રેસ ઉપર કરીને ‘આ સુભાન એનું તમે ઓપરેશન કરાવી દીધુ તુ ને ઈ... જુઓ કેવું સરસ થઈ ગ્યું ઈનું પેટ...’ એમ કહ્યું.
હરખ કોઈના જીવનમાં કામ આવ્યાનો.... સુભાન, એના મા- બાપ ને આખી વસાહત રાજી. એ બધાય રાજી તો અમેય રાજી..

જેમની મદદથી સુભાનનું ઓપરેશન થયું તેવા અમારી સાથે સંકળાયેલા શુભેચ્છકો, ડો નિલેશ નિમાવતનો આભાર... વિમલા જેણે નિલેશભાઈને ચિંધ્યા એને પ્રેમ...

ગાંઠ થઈ હતી તે વેળાની સુભાનની હાલત #ઓપરેશન થયા પછીની ને હાલની ખુશખુશાલ સુભાન..
ખાલી સમજી શકાય તે માટે ફોટો એ સિવાય બીજા કોઈ આશય માટે નહીં....

#VSSM #Dafer #MittalPatel #Health_ConditionOf_Nomads #ConditionOfNomads #NomadicTribes #DenotifiedTribes #HumanRights #NomadsOfIndia #NomadsOfGujarat


No comments:

Post a Comment