Monday, March 06, 2017

One more incidence of police harassment of Dafer families…..

VSSM, on behalf of these families, has reached out for help
Home Ministry and the Human Rights Commission.  
Every time we communicate on an incidence of police atrocities carried out on the Dafer, we tell ourselves may be this is the last time we are required to write about the unlawful harassment of the Dafer and each time the police succeeds to prove us wrong!! The incidents keep reoccurring in some or the other region of Gujarat, leaving us frustrated, demoralized and depressed!!

Recently, a police official appointed at Savarkundla’s Nageshri police station filed a complaint stating that he was looted on the night of 24th February by 4 Dafer men.  Amongst the four men he named, one was just 12 years old and he had no clue of the crime he had committed. He was accompanying his father Kalubhai to a market to purchase  manure for a farm in Savarkundla. Right in the middle of the bazaar, the police asked Kalubhai to alight from his bike,  they took his  12-year-old son Rasul and the bike. On the other hand, Sultan and Sataar were also taken in custody by police on pretext that they had some work with the two of them. Taju, who had arrived to  the police station to inquire why his brothers were taken into custody, too was sent behind the bars for questioning the police authorities!! The Amreli LCB beat and tortured the three men for three days, compelling them to confess their crime. On the other hand,  Rasul was nowhere to be found!!

As the atrocities continued on the poor Dafer men who work as farm laborers, their families reached Gandhinagar for help. This annoyed the police even further, who threatened of dire consequences for seeking help and complaining to higher authorities in Gandhinagar. “Are you guys out of your senses, do you consider yourself that big to go against us to Gandhinagar?? Remember, we can make it difficult for you to survive in Savarkundla!!” they threatened.

The men were brought to the court, “We have been captured without any warrant and were tortured and beaten without any remand!!” said the captive in the court. The judge has ordered medical examination.

The police has absolutely lost track of the behavior that is expected from them, the need to represent empathetic and humane approach towards the lesser humans ( this is how the Dafer and other marginalized communities are believed to be by the society at large) and to perform their duty as a protector and not as a persecutor!!!

Imagine the plight of the parents who have no idea where their child is, it has been four days and every time they go to the police station to inquire about Rasul, they are shooed away like  cattle…. It is beyond our understanding on what should we expect from such police!!

VSSM, on behalf of these families, has reached out for help to DGP, Home Ministry and the Human Rights Commission.  

ડફેર પરિવારોને પોલીસ દ્વારા થઈ રહેલી હેરાનગતિ

સાવરકુંડલાના નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ તા.24 ફેબ્રુઆરીની રાત્રે પોતાને ડફેર સમુદાયના ચાર વ્યક્તિએ લૂંટ્યા હોવાની ફરિયાદ કરી. આ ચારમાંથી એક છોકરો તો 12 જ વર્ષનો એને તો બિચારાને ખબરેય નહોતી કે એણે કોઈને લૂંટ્યા છે. પિતા કાળુભાઈ સાથે સાવરકુંડલા ખેતરમાં નાખવાનું ખાતર ખરીદવા ગયો અને બજાર વચ્ચે પોલીસે કાળૂભાઈને બાઈક પરથી નીચે ઉતાર્યા અને બાઈક લઈને 12 વર્ષના રસુલને લઈ ગઈ. જ્યારે સુલતાન અને સતારને પણ કામ છે એમ કહીને પોલીસ ઉપાડી ગઈ. તાજુ પુછવા ગયો કે મારા ભાઈઓને કેમ પુરી રાખ્યા છે બસ એ પુછવાના ગુનાસર એને પણ પકડી લીધો. 
અમરેલી એલ.સી.બી.એ આ ત્રણેયને ગુનો કબુલ કરવા માટે ત્રણ દિવસ માર્યા. રસુલને ક્યાં રાખ્યો હતો તેનો તો પતોય નહોતો. 

ખેતરમાં મજુરી કરનારા ડફેર પરિવારો પર પોલીસે કાળો કેર વર્તાવ્યો. ગાંધીનગર સુધી રજૂઆત કરી. રજૂઆત કરી એટલે સ્થાનિક પોલીસ વધારે ગુન્નાઈ. ‘અલ્યા એવડા મોટા થઈ ગ્યા કે છેક ગાંધીનગર જઈ આવ્યા. જીવવું હરામ થઈ જશે સાવરકુંડલામાં’ એવી ધમકી ઉચ્ચારે છે. 

છોકરાંઓને કોર્ટમાં હાજર કર્યા છોકરાંઓએ કહ્યું કે, ‘વગર રિમાન્ડે અમને માર્યા, વગર વોરંટે અમને પકડ્યા..’ જજે દાક્તરી તપાસ માટે કહ્યું છે... 

પોલીસ કેવી ખતરનાક રીતે વર્તી રહી છે. માણસ તરીકેનો ધર્મ જ ભૂલી ગઈ છે. એ મા જેનો 12 વર્ષનો દીકરો ક્યાં છે? જેની ભાળ એને ચાર દિવસ સુધી મળી નથી તેની દશા તેમણે વિચારી છે ખરી. પોલીસ સ્ટેશનમાં પુછવા જાય તો પશુની જેમ હાંકી કાઢે છે. આવી પોલીસને શું કહેવું. 

Vssmએ આ પરિવારોની ગાંધીનગરમાં ડી.જી.પી., ગૃહમંત્રી થી લઈને માનવ અધિકાર પંચમાં રજૂઆતો કરાવી. 

No comments:

Post a Comment