Thursday, July 21, 2016

VSSM initiates application procedures for allotment of residential plots to 21 Vansfoda families of Morbi...

the homes of the Vansfoda families, Applicant families
when they had reached the government office
 and holding their application forms...
21 Vansfoda families staying on the wasteland of Hadmatiya village of Tankara block in Morbi have been struggling to acquire their identity documents as well as entitlement documents. These families have been staying in makeshift settlement on the outskirts of Hadmatiya village for many years,  as the land they stay on is wasteland they have access to no basic amenities like water and power. They also live under the constant fear of eviction as its government wasteland. Hence permanent homes are something these families have long desired.  As a result they have been struggling to get documents in place to file applications for allotment of residential plots. 

VSSM has been working to make sure these families are allotted plots. Our team member Kanubhai has applied for their income and caste certificates but the administrative lethargy  on such issues is proving to be an exhausting affair for us. The other day when community members along with Kanubhai  arrived at the office of Mamlatdar to file applications for caste certificate they were literally shooed away by the additional Mamalardar Shri. Vacchani stating, “No such work and applications are processed here!!” Later we decided to go and meet up with the Social Welfare Officer Shri. Acharya saheb who directed us to submit the applications to Taluka Development Officer. Left with no choice we did as we were told. But all these consequent rounds could have been avoided had the Mamlatdar accepted the applications. That is how it has to be, it is their duty to accept the application and issue caste certificates. Whereas for now they have chose to step away from their duty. They have chose not to work for the poor!!! Once the applications for allotment of residential plots are filed the Mamlatdar will have no choice but to work on it.  Will he cooperate then!!

Unfortunately all the families we work with are daily wage earners, meaning they do not enjoy the freedom to take a leave and not work for even a single day. The day they do not work means no food  for the family that evening. Hence these families cannot make frequent rounds of government offices to file and follow up on their applications. Under such circumstances such arrogant behaviour by the authorities is extremely repulsive. 

“You are explaining the entire process to us the way our parents would. We have made so many rounds of the offices to collect our identity proofs but just did not succeed. It looks like  the dream of a plot will soon be a reality!” said Nagjibhai Vansfoda one of these 21 family members after VSSM’s Kanubhai guided him with the process. 

I have been repeatedly warning that the authorities are taking too much advantage of the goodness, ignorance and patience of these nomadic communities. The day these families decide its enough it is going to be difficult for the authorities to sit in their offices!!

Until then we shall keep praying that God sows some compassion in the officials like Shri. Vacchani….


‘તમે અમને માવીતરના ઘોડે બધુ હમજાવો સો તે અમને ખુબ હારુ લાગે સે. નકર અમારા હોવાના આધારો ભેગા કરવા તો કાંઈ કેટલાય ધોડા કર્યા પણ કાંઈ મેળ નોતો પડતો પણ હવે પલોટ મળે એવું લાગી રહ્યું સે’

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હળમતિયાગામમાં રહેતા નાગજીભાઈ વાંસફોડા અને અન્ય 20 એમ કુલ 21 પરિવારો વર્ષોથી ગામમાં અસ્થાયી વસવાટ કરે. સરકારી ખરાબાની જગ્યા પર રહેવાના કારણે તેમને કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા મળતી નથી. વળી કોઈ જગ્યા ખાલી કરવા કહી દો તો કરવી પડે તેવો ભય પણ લાગે એટલે કાયમી વસવાટ માટે પ્લોટ પોતાનો હોવાના આધારો મેળવવા આ પરિવારો મહેનત કરે પણ કશું થતું નહોતું.

vssm આ પરિવારોને પ્લોટ મળે તે માટે પ્રયત્નશીલ છે. vssmના કાર્યકર કનુભાઈએ તેમના આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર કઢાવવા અરજી પણ કરી દીધી છે. પણ વહીવટીતંત્ર એટલું શિથિલ છે કે તેઓ થાકી જાય છે. દા.ત.જાતિ પ્રમાણપત્ર માટેની અરજી આપવા તેઓ મામલતદાર કચેરીમાં ગયા તો નાયબ મામલતદાર વાછાણીએ આ પરિવારો અને કાર્યકર કનુભાઈનું અપમાન કરીને ‘આવા કોઈ કામ અહીંયા અમે કરતા નથી એમ કહીને રીતસર કાઢી મુક્યા.’ સમાજ કલ્યાણ અધિકારી આચાર્ય સાહેબને પ્રમાણપત્ર માટે મળ્યા અને તેમણે તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવા કહ્યું. આપણે હાલ પુરતી તેમને અરજી કરી દીધી છે. પણ મામલતદાર તેમની જવાબદારીમાંથી છટકી રહ્યા છે તે સ્પષ્ટ છે. તેમણે અરજી સ્વીકારી પ્રમાણપત્ર કાઢી જ આપવું પડે પણ તેમને ગરીબોના કામોમાં રસ નથી.

પ્લોટની કામગીરી મામલતદાર દ્વારા જ થવાની છે. જોઈએ તે કેવો સહયોગ કરે છે. વાંસફોડા પરિવારો રોજ કમાય અને રોજ ખાય તેવી હાલતમાં જીવે છે આવામાં તેઓ એક દિવસ પાડીને કામ માટે આવતા હોય ત્યાં અધિકારીઓની આવી તુમાખીથી આ પરિવારો અને અમે પણ કંટાળી જઈએ છીએ..

હું વારંવાર કહું છું કોઈની ધીરજની બહુ પરિક્ષાના કરો નહીં તો જે દિવસે તેમની ધીરજ ખુટશેને તે દિવસે આજ અધિકારીઓનું કચેરીમાં બેસવું મુશ્કેલ થઈ જશે..

ખેર ત્યાં સુધી ઈશ્વર વાછાણી જેવા અધિકારીના હૃદયમાં રામ વસાવે તેવી પ્રાર્થના..

ફોટોમાં વાંસફોડા પરિવારો જે સ્થિતિમાં રહે છે તે, કચેરીમાં અરજીઓ જમા કરાવવા આવેલા વાંસફોડા અને તેમના દ્વારા આવકના અને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે કરેલી અરજીઓ


No comments:

Post a Comment