Saturday, July 30, 2016

Nat are not Nomads!!

The acrobatic Nat during one of the performances... 
Kishankaka Nat calls me and inquires, “Ben, has Nat community been removed from the nomadic communities??”

“No, who is telling you that?” I replied.

“Ben, we are in process of preparing applications for allotment of residential plots to the Nat families staying in Siddhpur for which we require caste-certificates. We approached the Mamlatdar of Siddhpur for the same where he tells us that the Nat aren't part of the nomadic communities!!” says Kishankaka. 

This isn’t happening for the first time. There remains a great confusion amongst the local and to an extent the senior bureaucracy over the inclusion of the nomadic and de-notified tribes in their classified list. Under the Department of Social Justice and Welfare falls the  Vikasti Jaati Kalyan Khatu. This Board works for the Socially and Economically Backward communities under which the  Nomadic and De-notifed tribes are classified.  We have made numerous requests and appeals to rework and  bring out a new list (as the current list is almost 60 years old and believed to be prepared in a hurry during the formation of Gujarat) of the nomadic and de-notifed communities. There are numerous sects and sub-sects amongst the nomads and all need to be included. But there is hardly any progress made on this issue. Making us raise a much obvious doubt: Are they really interested in development of poor, for who they are in office!!

A resolution has also been passed to include the Nat in the list but as  the resolution hasn’t been uploaded on the GSWAN (a government portal) website acquiring caste certificated at local level becomes a challenging task. 

Kishankaka himself has been appointed as Director to Corporation for Social and Economic Development of Nomadic and De-notified tribes. I told him, “You should have asked the Mamlatdar, if Nat do not feature in the list how come I have been appointed Director to such government formed body!!” 

Take a trip down memory lane and the images of street side acrobatic shows performed by the Nat men and children will cross your mind, so how come the policymakers and administration fail to recognise such an important aspect. Mention Nomads and the images of colourful Vanzara, acrobatic Nats, knife sharpener  Saraniya, the snake charmers Madari-Vadi swipe our minds..these are the communities who have been wandering for centuries so if the administration isn’t aware of such obvious facts they should offer to investigate further to confirm and come back on the issue instead of contradicting a much obvious fact!!

આજે ડીસાથી કીશનકાકા નટનો ફોન આવ્યો. 

‘બેન અમને નટને વિચરતી જાતિમાંથી કાઢી નાખ્યા?’

‘ના કોણ આવી વાતો કરે છે તમને’

‘બેન સિદ્ધપુર મામલતદાર પાસે સિદ્ધપુરમાં રહેતા નટ સમુદાયના લોકોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટેની માંગણી કરી છે અને તે માટે દરખાસ્ત તૈયાર કરવાનું કરી રહ્યા છીએ અને દરખાસ્ત માટે જાતિ પ્રમાણપત્ર જોઈએ એ મેળવવા મામલતદાર પાસે ગયા તો એમણે કહ્યું નટનો સમાવેશ વિચરતી જાતિમાં થતો નથી.’

વિકસતી જાતિ કલ્યાણ ખાતું, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નેજા હેઠળ સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત જાતિઓ જેમાં વિચરતી અને વિમુક્ત જાતિઓનો પણ સમાવેશ થાય છે તે તમામ માટે કામ કરે છે. ત્યાં આ જાતિઓ બાબતે થઈ રહેલી માથાકૂટોની કેટલીવાર રજૂઆત કરી છે. તેમણે નટને વિચરતી જાતિમાં ગણવા અંગેનો ઠરાવ કર્યો છે પણ સરકારની જીસ્વાન વેબસાઈટ પર ઓનલાઈન મુકવાનું તેમણે કર્યું નથી એટલે સ્થાનિક સ્તરે પ્રમાણપત્ર મેળવવામાં તકલીફ પડી રહી છે.

vssm દ્વારા કેટલીક જાતિઓના પર્યાય ઉમેરવા બાબતે સરકારમાં રજૂઆતો પણ થઈ છે. પણ તે દિશામાં કાંઈ થઈ નથી રહ્યું. આ તંત્ર આવી ગોકળગાય ગતિથી કેમ ચાલે છે અને તેઓને ખરેખર ગરીબોના વિકાસમાં રસ છે કે કેમ તે પ્રશ્ન પણ થઈ રહ્યો છે.

કીશનકાકા વિચરતી અને વિમુક્ત જાતિઓ આર્થિક, સામાજિક વિકાસ માટે બનેલા નિગમમાં ડાયરેક્ટ તરીકે ફરજ બજાવે છે. મે તેમને કહ્યું, ‘કાકા મામલતદારને કહેવું હતું ને કે, હું નિગમમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું જો અમારો સમાવેશ વિચરતી જાતિમાં થતો જ ના હોય તો હું નિયામક કેવી રીતે બન્યો?’

નટ તો સદીઓથી વિચરતા રહ્યા છે. અંગકસરતના હેરત પમાડે તેવા ખેલ તેઓ કરે છે. આંખ બંધ કરીને વિચરતી જાતિઓ એટલે કોણ એવું પુછીએ તો પણ નટ, વાદી, વણઝારા, બાજણિયા સહજ બોલાઈ જાય ત્યારે અધિકારીઓને આ કેમ ખબર નથી. વળી ખબર ના હોય તો સીધા ના પાડવાની જગ્યાએ હું તપાસ કરીને કહું છું તેવી હૈયાધારણા લોકોને આપે તો લોકો રાજી થાય નહીં તો કિશનકાકાને થયો એવો થડકારો થઈ જાય.... 

ફોટોમાં નટ અંગકસરતના ખેલ કરતા નજરે પડે છે.

No comments:

Post a Comment