Thursday, May 26, 2016

Efforts by VSSM’s enable Devipujak families obtain caste certificates..

Devipujak Families with their caste certificates..
50 Devipujak families  stay in the village of Kuha in Daskroi block of Ahmedabad district, their homes made of mud stand on government wasteland. Inspite of staying  on the land for many many years the families still await allotment of residential plots. Majority of these families have  Voter ID cards but still struggle to acquire ration cards and the ones who have find it difficult to get the cards divided  after their  families became nuclear, just because the officials aren’t willing to do so..The families like these are daily wage earners, one day without work means no food for the day to feed the family!!! 

“The officials don’t understand our condition, all they make us do is take rounds of office. It wouldn’t hurt if this rounds brought results!! But the authorities choose not to pay any attention to our repeated requests,” narrate the appalled members of the Devipujak community. VSSM’s Chayaben is helping these families attaint their rights.She has initiated efforts to ensure the families move to a permanent address that is rightfully their’s.. She has began accumulating the documents required to process the applications for residential plots, making applications for caste certificates. 

The compassionate approach of   Shri. Patel Saheb,  Additional Director,  Ahmedabad District, has made possible for 55 Devipujak families to acquire caste certificates this will enable us to  file applications residential plots. We are hopeful that the families will be abel to receive the plots soon…

દેવીપૂજક પરિવારોને vssmના પ્રયત્નથી મળ્યા જાતિ પ્રમાણપત્રો

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુહાગામમાં વર્ષોથી 50 દેવીપૂજક પરિવારો માટીથી બનાવેલા ઘરોમાં સરકારી પડતર જગ્યામાં રહે છે. આ પરિવારો છૂટક મજુરી કરીને ગુજારો કરે છે. વર્ષોથી આ ગામમાં રહે છે છતાં હજુ સુધી આ પરિવારોને કાયમી રહેણાંક અર્થે જગ્યા ફાળવાઈ નથી. મતદાર કાર્ડ મોટાભાગના પાસે છે પણ રેશનકાર્ડ મેળવવામાં થોડી તકલીફ છે. નવા રેશનકાર્ડ અથવા રેશનકાર્ડનું વિભાજન કરી આપવા અધિકારી રાજી નથી. 

રોજે રોજ કમાઈને ખાવાવાળા આ પરિવારો કહે છે એક દિવસ અમે કામે ના જઈએ તો સાંજે ચુલો ના સળગે પણ અધિકારીઓ અમારી આ વાત સમજતા નથી એટલે ઘણા ધક્કા ખાધા પછી પણ અમારા કામો નથી થતા. vssmના કાર્યકર છાયાબહેન અને કનુભાઈ આ પરિવારોને મદદરુપ થઈ રહ્યા છે. તેમણે આ પરિવારોને સ્થાયી સરનામું મળે જ્યાંથી કોઈ તેમને ઉઠાડે નહીં, દબાણમાં છાપરાં કર્યા છે તેવું કહે નહીં તે માટે પ્લોટ મળે તે દિશામાં કાર્યવાહી શરૃ કરી છે. પ્લોટની દરખાસ્ત માટે જરૃરી જાતિ પ્રમાણપત્ર મેળવવા તેમણે અરજી કરી. અમદાવાદ જિલ્લાના નાયબ નિયામક (વિ.જા) પટેલ સાહેબની લાગણીના કારણે 55 પરિવારોને જાતિ પ્રમાણપત્રો મળી ગયા છે. હવે તેમની પ્લોટ મેળવવાની દરખાસ્ત ઝડપથી થશે.

અમે આશા રાખીએ છીએ કે, ઝડપથી આ પરિવારોને પ્લોટ અને ઘર મળે. ફોટોમાં જાતિ પ્રમાણપત્ર સાથે દેવીપૂજક પરિવારો..

No comments:

Post a Comment