Friday, October 02, 2015

VSSM appointed as a representative of vigilance committee…

families talking to Naranbhai at a government office...
The Food and Civil Supplies Department recently announced the formation of  block level vigilance committees to ensure that the Pandit Deendayal PDS shops  pick up their allotted ration within the stipulated time and distribute it within  the given time frame. The committee includes local MLA, government officials, 10% members of the village vigilance committee, 3 elected members from Taluka Panchayat….this year for the vigilance committee of Diyodar block the Additional District Collector  included VSSM’s Naranbhai as  one of the representative.

Naranbhai works with the nomadic communities staying in Diyodar. The nomination comes as a  a recognition of hard work Naranbhai puts in to resolve the chronic challenges the communities face. VSSM is truly proud to have such motivated and hard working team members. We salute the dedication of Naranbhai and wish him all the very best as he takes up the many causes for the empowerment of the nomadic communities.

તકેદારી સમિતિમાં vssmના પ્રતિનિધિની નિમણુક કરવામાં આવી..

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના દરેક તાલુકામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાનો પોતાનો અધિકૃત જથ્થો ગોડાઉન ઉપરથી સમયસર ઉપાડી અને તેનું સમયસર વિતરણ કરે તે બાબતને લક્ષમાં લઈને તાલુકા કક્ષાએ તકેદારી સમિતિની રચના કરવાનું ઠરાવ્યું છે.. આ સમિતિમાં સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય, અધિકારીગણ, ગ્રામ્ય કક્ષાની તકેદારી સમિતિના ૧૦% સભ્યો, તાલુકા પંચાયતમાં ચૂંટાઈને આવેલા ત્રણ સભ્યોની નિમણુક કરવામાં આવે છે.. આ વર્ષે નાયબ કલેકટર કચેરી દ્વારા vssmના પ્રતિનિધિની પણ દિયોદર તાલુકા તકેદારી સમિતિમાં સભ્ય તરીકે નિમણુક થઇ છે..

vssmના કાર્યકર નારણ દિયોદરમાં રહેતી વિચરતી જાતિઓ સાથે કામ કરે છે. નારણની આ સમુદાયો પ્રત્યે લાગણી અને એમના તમામ કામમાં મદદરૂપ થવાની લગનીથી જ સ્થાનિક અધિકારી દ્વારા નારણને આ બહુમાન આપવામાં આવ્યું છે.. નારણની નિષ્ઠાને સલામ.. અને વિચરતી જાતિના ઉત્કર્ષના તમામ કામમાં નિમિત્ત બને એવી શુભેચ્છા..
સરકારી કચેરીમાં વિચરતા પરિવારોને પોતાના અધિકારો માટે રજૂઆત કરવા લઈને ગયેલાં vssmના કાર્યકર નારણ સાથે વાત કરતા પરિવારો..

No comments:

Post a Comment