Thursday, July 30, 2015

VSSM’s persistent efforts results into issuance of Antyoday Ration Cards to 4 nomadic families.

The family heads of the 4 families that recently
received their Antyoday ration cards along with
them is VSSm’s Naran who tirelessly followed up the issue. 
The Antyoday Anna Yojna - AAY  and the Below Poverty Line  Anna Yojna - BPL are the schemes by the Food and Civil Supplies Department aims at reaching to the poorest of the poor families and ensuring their food security. However, when it comes to the nomadic families the benefits of these schemes aren’t percolating towards them as they should. A little focus by the concerned government departments would help achieve desired results however,  there is always some or other hitch in their functioning that results into deprivation of the nomadic communities. There is always this resistance form the government department when it comes to issuing the Antyoday and BPL ration cards. The ratio between the number of cards issued against  actual number to families who live under such marginalised conditions is skewed, male nourishment is rampant within these communities and people die of hunger. 

The economic conditions of the families living in the Ratila village of Banaskantha’s Diyodar is shocking. VSSM has been pursuing  the government for the allotment of residential plots for these families. Consequent to VSSM’s efforts 14 families have been allotted BPL ration cards,  still there are numerous other families who  need support to ensure they don’t go to sleep hungry!! The rules made by the government are actually playing a very hindering role for the nomadic communities who are still struggling to find their footing in villages they have been staying for years…When he local authorities aren’t paying heed to our repeated requests we have no choice left but to write to the senior bureaucracy based in Gandhinagar. 

As a result of persistent efforts by VSSM and our repeated requests to the officials for issuance of ration cards the  4 nomadic families of Ratila were recently issued ration cards. 

vssmની મદદથી ૪ વિચરતી જાતિના પરિવારને મળ્યા અંત્યોદય રેશનકાર્ડ

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના રાંટીલાગામમાં રહેતાં વિચરતા પરિવારોની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ છે. આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે vssm દ્વારા પ્રયત્ન થઇ રહ્યા છે તો સાથે સાથે આ પરિવારોની અન્ન સુરક્ષા જળવાય એ પણ જરૂરી છે. આમ તો ૧૪ પરિવારોના BPL યાદીમાં નામ હોવાના નાતે એમને vssmની મદદથી BPL રેશનકાર્ડ મળી ગયા છે છતાં હજુ પણ એવા પરિવારો છે કે જેમની અન્ન સુરક્ષા જળવાય તે જોવું જરૂરી હતું.

આમ તો વિચરતી જાતિમાંથી મોટાભાગની જાતિઓ જે સ્થિતિમાં જીવે છે તે સ્થિતિને ધ્યાને લઇ સરકાર તેમને આ સ્થિતિમાંથી બહાર લાવવા થોડું વધારે ધ્યાન આપે તો પણ ઘણું કામ થઇ જાય પણ કોણ જાણે કેમ એમાં ક્યાંક ઉદાસીનતા જોવા મળે છે. 

BPL કે અંત્યોદય રેશનકાર્ડ જરૂરિયાત મંદ વ્યક્તિઓની ફૂડ સિક્યોરીટી જળવાય તે હેતુસર આપવામાં આવે છે. છતાં જેટલી સંખ્યા આવા વંચિતોની છે એટલા કાર્ડ આપવામાં આવતા નથી એટલે જ લોકો ભૂખે મરે છે, કુપોષિત છે. BLP અને અંત્યોદય રેશનકાર્ડ આપવાના પણ સરકારે નિયમો કર્યા છે. નિયમ સારી બાબત છે પણ આ નિયમોના કારણે ખરે ખર જેમને મદદની જરૂર છે એવી વિચરતી જાતિઓને મદદ નથી મળતી. આમ તો રેશનકાર્ડ જેવી નજીવી બાબત માટે પણ છેક ગાંધીનગર સુધી લખવું પડે એ શરમજનક કહેવાય પણ એ સિવાય બીજો કોઈ છૂટકો પણ નથી. 

રાંટીલામાં રહેતાં ૪ પરિવારોને અંત્યોદય કાર્ડ મળે એ માટે vssm દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી. જેની ફલશ્રુતિ રૂપે ૪ પરિવારોને અંત્યોદય કાર્ડ મળ્યા જે ફોટોમાં જોઈ શકાય છે. એમની સાથે vssmના કાર્યકર નારણ છે કે જેના સતત પ્રયત્નથી આ પરિવારોને અંત્યોદય કાર્ડ મળ્યા છે. 

ફોટોમાં vssmના કાર્યકર નારણ સાથે વિચરતી જાતિના પરિવારો એમને મળેલાં અંત્યોદયકાર્ડ સાથે

No comments:

Post a Comment