Sunday, July 19, 2015

STOP spreading the anti-Dafer rumours…we are making it difficult for them to survive…..

The continued news coverage of an incident is compelling us to write this heartfelt note …..so that we take a moment to ponder and  make our own informed judgements..

The news is about mistaken identity. A young man is beaten up because people mistook him for a  Dafer. Some news spreads in this particular village that a Dafer has entered the village and before the this young man assumed to be a Dafer is able to react to what is happening he is almost beaten to death. So bad is the beating that he loses senses to even prove who he is. The real Dafer are so shocked by this incident that they refuse to get out of their Dangaas. 

 So why would anyone want to beat someone so badly just because he is a Dafer. Who are Dafer?? Are they terrorists? Looters?? Who exactly are they, what makes people fear them so much, have we ever tried to seek answers to such questions. Why do people fear them,  do they look like the dacoits of the past?? 

Well me us tell you they are humans just like me and you are and believe us because we have been working very closely with this community for almost a decade now. They are made of flesh and blood just as we are, they  have emotions just as we do,  they react to situations just as we would, they have families, maintain relations.. we might be selfish in our relations with them but their respect and concern for us in selfless and genuine. They build relations for life and nurture it for generations. 

Yes they do engage in looting (as their earlier generations did) but individuals doing so can be counted on  finger tips and we are sure this too shall end once they find alternate livelihoods. With changing times the families have given up looting farms etc. Earlier it was under compulsion they took retort to such activities  just because they did not get employment because of stigma attached to their community. One wouldn’t find a single Dafer who has built lavish house  from the loots he has made. They have no home to stay, no village accepts them, no society embraces them.  Thousands of these families work like donkeys to earn living and are rewarded with such meagre remuneration which is hardly enough to sustain their family. Such pathetic is their situation that if we begin narrating it the chapters would be endless…….

So what happens now, after people have read about the Dafer bashing news and the endless rumours following it. Dafer who have began earning living by working honestly have stopped getting work, the families fear going out to find work..so whats the option left because they can stop going out but can’t stop feeding their family!!!!

Individuals who have left their criminal past behind will be pushed to go back to their notorious past, the fear of Dafer will no longer be fake…its time the police and society stringently addresses  the current situation of fear and rumours. In the past the police department has reacted very positively to the requests of VSSM in addressing the police atrocities the nomadic and de-notificed communities. We have once again requested the authorities to intervene and take action. 

The society also needs to revisit their preconceived assumptions on Dafer and give them the warmth and empathy they deserve. Or else we shall once again be the reason to push and marginalise a community back into its criminal past……

We fear the Dafer  but,  look at the conditions these families  reel under…..
We fear the Dafer  but,  look at the
conditions these families  reel under


ડફેર સમાજ માટે વ્યાપેલી અફવાઓ બંધ કરો.. નહી તો ડફેર પરિવારોનું જીવવું મુશ્કેલ બની જશે.. 

છેલ્લા કેટલાક દિવસોથી ટેલીવિઝન અને અખબારમાં વારંવાર જોવામાં અને વાંચવામાં આવી રહ્યું છે કે ફલાણી જગ્યા પર એક યુવકને ડફેર સમજીને માર મારવામાં આવ્યો.. આમ તો ફક્ત માર પણ ના કહી શકાય ઢોર માર મારીને માણસને અધમુવો કરી નાખે છે. ફક્ત માહિતી વાયુવેગે પ્રસરે છે કે ગામમાં કોઈ ડફેર આવ્યો છે અને એ અજાણી વ્યક્તિ હજુ કંઈ સમજે એ પહેલાં તો એને એટલો મારવામાં આવે કે એ પોતે કોણ છે એની સાબિતી આપવાનું ભાન પણ એ ગુમાવી બેસે. આ અફવાઓના આતંકમાં ડફેરો તો એવા ડરી ગયા છે કે પોતાનાં ડંગામાંથી હટાણું કરવા ગામમાં જવાનું પણ માંડી વાળે છે... 
આ ડફેર એટલે કોણ? એ આતંકવાદી છે? એ લુંટારા છે? એ કોણ છે? જેનો સમાજના લોકોને આટલો ભય લાગી રહ્યો  છે! કોઈએ એમનાં જીવનમાં ડોકિયું કરવાની કોશિશ કરી છે? કે બસ ડફેર એટલે જાણે બુકાની બાંધી હાથમાં હથિયાર રાખી જે મળે એને જાણે જીવતાં જ મારી નાખવાના હોય એમ સૌ  એમનાથી ડરે છે.. અરે એ પણ માણસ છે. તમારાં અને મારા જેવા જ.. એમને પણ પરિવાર છે.. એ પણ લાગણી રાખે છે, સંબધો જાળવે છે.. આપણે સ્વાર્થના સંબધ બાંધીએ છીએ પણ એમના સંબધ તો તદન નિસ્વાર્થ છે અને જીવે ત્યાં સુધી યાદ રાખે. વળી એટલું જ નહિ પણ એની પછીની પેઢી પણ એ સંબધોનું જતન કરે..  

હા લુંટ કરે, પણ હવે તો એ કરનારા પણ આંગળીના વેઢે ગણાય એટલાં રહ્યા છે. (આગામી થોડા વર્ષોમાં કદાચ એ પણ આ બધું છોડી દેશે એવો અમને પાક્કો વિશ્વાસ છે) બાકીના તો મહેનત - મજૂરી કરીને આજીવિકા રળે છે.. પહેલાંનો એમનો સમય જુદો હતો. વખાના માર્યા ગુનાહિત પ્રવૃત્તિ કરતા. ખેતરમાંથી ધાન ચોરવું એ પણ પેટ ખાતર જ ને.. બાકી લુંટ કરીને બંગલો બાંધ્યો હોય એવો એક ડફેર આખા ગુજરાતમાં નહિ મળે.. અરે રહેવા ઘર નથી, ગામ સ્વીકારતું નથી.. આ પરિવારો જે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે એ અંગે લખવા બેસીએ તો કંઈ કેટલીયે નવલકથાઓ લખાય એમ છે.. 

આ અખબારોના સમાચાર વાંચીને એક વખતે જેમણે ગુનાનો મારગ અપનાવ્યો હતો અને હવે મહેનત કરીને પેટીયું રળે છે એમને પણ કામ મળવાનું બંધ થયું છે.. અલબત આ પરિવારો કામ કરવા બહાર જવામાં પણ ડર અનુભવે છે.. હવે વિકલ્પ શુ રહ્યો.. પેટ તો સમય થાય એટલે ખાવાનું માંગવાનું જ છે.. 

હાલમાં જે આતંકિત સ્થિતિ ઉભી થઇ છે એ ડફેર સમાજ કે જેમણે હવે ગુનાહિત ભૂતકાળ ભૂલીને આગળ વધવાનું શરુ કર્યું છે એમને ફરી એજ ગુનાહિત પ્રવૃતિના મારગે લઇ જવામાં કારણભૂત બનશે.. અને ત્યારે આ દહેશત માત્ર નહિ રહેતાં હકીકિત બનશે. સમાજ અને પોલીસ વિભાગ આ સ્થિતિને - આ અફવાઓના વાતાવરણ સામે લાલ આંખ કરી કડક પગલાં લે એ હવે જરૂરી બન્યું છે.. 

પોલીસ વિભાગ vssm દ્વારા ડફેર અને વિચરતા-વિમુક્ત પરિવારોને પોલીસ કર્મીઓ દ્વારા પડી રહેલી મુશ્કેલી સંદર્ભે ખુબ હકારાત્મક થઈને મદદરૂપ થાય છે. એમનું પણ આ બાબતે ધ્યાન દોર્યું છે.. સમાજ પણ આ મુદ્દે સંવેદનશીલ બને તે જરૂરી છે. નહિ તો નિર્દોષ અને હવે આપણી જેવું જીવન જીવવા ઈચ્છતા ડફેર ફરી ગુનાહિત ભૂતકાળ જે એમણે છોડ્યો છે એને અપનાવવા મજબુર બની જશે. આમ એ પહેલા ચેતવાની જરૂર છે .. ડફેર પરિવારોને અપનાવો.. એમને પ્રેમ અને હુંફ આપો, અમે તમારી સાથે છીએ બસ આટલું વિધાન પણ ડફેર સમાજને જીતવા માટે પુરતું છે.. 

જેમનાથી સમાજને ભય લાગે છે એ ડફેર કેવી અમાનવીય સ્થિતિમાં જીવે છે એ, જે યુવકને ડફેર સમજીને માર મારવામાં આવ્યો છે એ અને જે ડફેરથી સમાજ ડરતાં હોવાનો હાઉ ઉભો કર્યો છે એ ડફેર ભાઈ-બહેનોને ફોટોમાં જોઈ શકાય છે..

No comments:

Post a Comment