Thursday, May 07, 2015

Housing For Saraniyaa Families of Nagalpur Gujarat

A Nomads Saraniyaa Family of Nagalpur Gujarat
A Nomads Saraniyaa Family of Nagalpur Gujarat
Poverty- the dictionary meaning of this word is - scarcity, dearth, neediness, hardship, destitution etc.etc., the opposite of this is wealth, abundance.  What if we said Poverty brings Abundance!! Abundance of pain, vulnerability, humiliation, insecurity, deprivation,dejection, rejection….millions of our fellow countrymen living under abject poverty are experiencing all of these and much, much more. Every sunrise poses a new challenge to these families and each day  they fight these challenges with all their might. Irrespective of their geography - whether they are urban or rural poor there is little difference between  the challenges they face which are getting the basic -food, water, shelter, clothing and most importantly livelihood/work. 

The opportunities of earning living in rural areas are shrinking continuously, forcing the villagers to migrate to towns and cities. Distress migration is the term used for these phenomenon. The nomadic communities migrate or wander as well but their wandering isn’t under any distress but a compulsion. The villagers have their home to go back to but the nomads have nowhere to go…… they survive on the wastelands and woods making homes from plastic and hay, taking care their dwelling do not sway and hinder others. No water, no power are the norms of such nomadic settlements. While availability of drinking water is impossible -sewage water passing by their homes is always possible.

An address, a home, a life more settled is all these communities  yearn for, as wandering isn’t as rewarding as it used to be. The dream of owning a home is hard to achieve even for those who aren’t marginalised so imagine the plight of people who have nothing. Even their earlier generations haven’t owned houses.The journey to attain this dream is so tiring and cumbersome that  their dream remains a dream.  

There is no doubt that the government is trying to help such families live in proper homes. But it isn’t doing enough- firstly,  the amount it gives is not enough to build a single room!! The authorities argue, "the poor population is so huge the government can’t  give to everyone!!” Really is this the answer we wound want to hear?? For the marginalised government is their parent, they look unto them, they want government to help them live a decent life, so when such statements come from the officials they are hard to digest. Why will the government not do, the population of poor isn’t that big!! Its the duty of the government and responsibility of the society to help the marginalised population. Such tasks can only  be achieved collectively and we cannot run away from this fact. The government allotting land and some financial support, the society contributing as well in attaining this dream and be part of the pleasures and pains of these communities  would be an ideal situation - well, we are talking IDEAL here and I know life is  anything but IDEAL……..Why not allow  them  the experience and joy of owning and living in a house that you and I have experienced!!!

The Saraniyaa families of Nagalpur have applied for residential plots since last two years. On 17th April their file was put into cold storage  saying there is no government wasteland in Nagalpur so the applications cannot be processed!! The families aren’t asking for land in Nagalpur. Give them land anywhere in surrounding villages and  they shall move - this is what they have been doing all their lives, right?? Give them an option atleast. Same has happened with the nomadic families living in Dethli village of Bechraji block. The application files are shelved and no options or alternates are offered!! And here we have hundreds of families hoping and waiting for the government to help them!!!

In the picture the families with letters of their applications being shelved and their current living conditions…...

આપણા દેશમાં તદન અમાનવીય પરિસ્થિતિમાં રહેતાં લોકોની સંખ્યાનો મને અંદાજો નથી પણ એક સામાન્ય સમજણ પ્રમાણે તેમની સંખ્યા અધધ કહી શક્યા એટલી તો નહિ જ હોવાનીને? ગામડાં છોડી રોજગારીની શોધમાં જેઓ શહેરમાં આવ્યા છે તેમની પાસે ગામડાંમાં પોતાનું કહી શકાય તેવું સરનામું, આધારો છે પરંતુ, વિચરતા પરિવારો તો સદીઓથી ફરતાં જ રહ્યા છે તેમનું મૂળ વતન પણ કોઈને ખબર નથી તેમને સ્થાઈ થવા આમ તો પ્રાથમિક સગવડ સાથેની જગ્યા કાયમ રહેવા માટે મળે તે ખુબ જરૂરી છે. આમ તો શહેર અને ગામડાં બન્નેમાં તેઓ વસે છે.
આ પરિવારો એમના આવાસો એવી જગ્યાએ બાંધે છે જ્યાં સમાજના અન્ય લોકોને વધારે પરેશાની ન થાય. આમ તો આવાસો કહેવા કે કેમ એ પણ પ્રશ્ન છે. પ્લાસ્ટિકનું મીણીયું, પૂંઠાની કે ઘાસની આડાશો. જેનાથી ઘરની દીવાલ હોવાનો અહેસાસ થાય. જેમાં લાઈટ, પાણીની સુવિધા ન હોય. ગટરનું પાણી બાજુમાંથી જતું હોય એવુયે બને. જયારે પીવાનાં પાણી માટે તો વલખાં જ મારવાના.
આવા બધા પરિવારો પોતાનું ઘર ઈચ્છે છે અને એ મેળવવા ખુબ મહેનત કરે છે. પણ એમનાં આશીયાનાની વ્યવસ્થામાં ખુબ સમય લાગી જાય છે? ક્યારેક માણસ થાકી જાય અને જિંદગી પૂરી થઇ જાય.. પણ ઘરનું સ્વપ્ન - સ્વપ્ન જ રહી જાય. સરકાર પ્રયત્ન કરે છે પણ જાણે બધે પહોચવું ના હોય એવો તકાજો થઇ રહેલો જોવા મળે છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે, ‘કેટલા બધા માણસો છે સરકારે કેટલાનું કરવાનું?’ ત્યારે થાય સરકાર શું કામ ના કરે? અને માણસો એટલા બધા તો નથી જ! પણ પ્રશ્ન કરવાનો છે. વળી સરકારની જ બધી ફરજ છે એવું ક્યાં કહીયે છીએ ? સમાજ તરીકે આપણી પણ જવાબદારી છે.. સમાજ એ જવાબદારી વહન કરે એ માટે પણ સૌ પ્રયત્ન કરીએ.. 

પણ સમાજ અને સરકાર બંને એ દિશામાં વિચારે જ નહિ એ કેમ ચાલે. સરકાર પાસે જમીન છે અને એના ઉપર ઘર બાંધવા માર્યાદિત રકમ પણ આપે અને સમાજ ઘર બાંધવામાં થોડી મદદ કરે અને આ પરિવારો સાથે નાતો બાંધે એમનાં સુખ દુ:ખમાં ભાગીદાર બને તો ઉત્તમ સમાજની રચના થાય.. પણ આ આદર્શ પરિસ્થિતિ છે. જાણું છું ક્યારેક ઉઘાડી આંખે સ્વપ્ન જોવાનું કરતી હોવ એમ લાગે છે ...
પણ પોતાનું ઘર હોવાનું સુખ શું છે એ તમને અને મને સમજાય છે પણ આટલી સાદી વાત જેને સમજવાની છે એને એ સમજવામાં વર્ષો શાને લાગે છે.. સમજાતું નથી???
મહેસાણાના નાગલપુરમાં બે વર્ષથી જમીન માટે સરાણીયા પરિવારો માંગણી કરી રહ્યાં હતાં. તા.૧૭ એપ્રિલ ૨૦૧૫ના રોજ નાગલપુરમાં સરકારી પડતર જગ્યા નથી આથી પ્લોટ આપી શકાય એમ નથી એમ કહીને ફાઈલ દફતરે કરી દીધી. અમે નાગલપુરમાં જ જગ્યા નહોતી માંગી નાગલપુર આસપાસના કોઈ પણ ગામમાં જગ્યા મળે તો સરાણીયા પરિવારો લેવાના જ હતા પણ વિકલ્પ પણ ના આપ્યો.. આવું જ બેચરાજી તાલુકાના દેથલીમાં રહેતાં વિચરતા પરિવારોની દરખાસ્તનું પણ થયું. બધું દફતરે થતું જાય છે ..વિકલ્પો કોઈ બતાવતું નથી .. અને આ પરિવારો તો સરકાર સામે મીટ માંડીને બેઠા છે... 
ફોટોમાં અરજી દફતરે કર્યાનો પત્ર અને આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે...

No comments:

Post a Comment