Tuesday, April 14, 2015

"Mountain in Labour - Mouse in return"

An advertisement on 19th March 2015 in the local newspaper by the Commission for Other Backward Caste  invited presentation by 12 of the most backward communities from the Socially and Educationally backward communities ( these 12 communities also included  few nomadic and de-notified communities).With context to the said presentations, on 26th March 2015 the community leaders from 9 communities came to VSSM office where detailed community-wise presentations on their prevalent issues  were prepared. Later the leaders left for Gandhinagar where they were to meet the commission members. 

But in Gandhinagar the situation was entirely different to what was expected. “The commission just heard what we said but with little interest, they refused to take any of the written applications the community leaders had prepared.with reference to the  advertisement, thats it,” said Gorakhnath  Vadee, the Vadee community leader. “ They asked us to get them district wise data of our community, because it was  mentioned in the advertisement we inquired about reservation, but we were told its just for educating our kids a little thats all  it was for - no reservation or no talk for other facilities?” he continued 

“ ……this was like Mountain in Labour and mouse in return….” said Umarbhai Dafer.. referring to the fiasco all these hype and hoopla eventually turned into. We were told that everyday numerous leaders come to talk to the commission and all are given same reply.  One of the women leaders from Koli community could not help but who her frustration as she had travelled all the way from Kutchh. 

People are really angry on the  attitude of the Commission. They fail to understand why was such an advertisement given if they weren’t to be heard!! The leaders of nomadic communities had gone with lot of expectations atleast someone could have heard them ……..

In the picture hope filled faces of community leaders when they left for Gandhinagar..

‘ખોદયો ડુંગર અને નીકળ્યો ઉંદર’
અન્ય પછાત વર્ગના પંચ દ્વારા તા.૧૯ માર્ચ ૨૦૧૫ના રોજ અખબારમાં જાહેરાત આપીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓમાંથી પણ અતિપછાત 12 જાતિઓને તેમના પ્રશ્નો સંદર્ભે પંચમાં રજૂઆત કરવાનું કહેવામાં આવ્યું હતું. (આ અતિપછાત 12 જાતિઓમાં વિચરતી અને વિમુક્તજાતિનો જ સમાવેશ થયેલો છે) જેના સંદર્ભે તા.૨૬-૩-૧૫ રોજ ૧૨માંથી ૯ જાતિના આગેવાનો આજે vssm ઓફીસ આવ્યા અને પોતાની રજૂઆત સંદર્ભે તૈયારી કરી અને પછી ગાંધીનગર જવા રવાના થયા.. પરંતુ, ત્યાં ગયા પછીનો માહોલ જ જુદોજુદો હતો.. વાદી સમુદાયના આગેવાન ગોરખનાથે કહ્યું, ‘જાહેરાતમાં લખ્યા પ્રમાણે અમે સૌ આગેવાનોએ તૈયાર કરેલી લેખિત રજૂઆત તો પંચના અધ્યક્ષે સ્વીકારી જ નહિ.. મૌખીક વાતો સાંભળી પણ એમાં ખાસ રસ ના દાખવ્યો.. અને એમ કહ્યું કે, તમારી જાતિના જિલ્લાવાર ડેટા લઈને આવો.. અને જાહેરાતમાં લખ્યા પ્રમાણે અનામત અંગે પૂછ્યું તો કહ્યું, અનામતની કે અન્ય સુવિધા માટેની વાત જ નથી આતો તમારાં બાળકોને ચાર ચોપડી ભણાવવાની જ વાત છે.. બાકી કંઈ નહિ..’ ઉંમરભાઈ ડફેરે કહ્યું, ‘આ તો ખોદયો ડુંગર અને નીકળ્યો ઉંદર’. કચ્છથી આવેલાં કોળી સમુદાયના એક બહેન ખુબ નિરાશા સાથે બળાપો કાઢતા હતાં જે ફોટોમાં જોઈ શકાય છે. ટૂંકમાં બધા જ આગેવાનો ખુબ નિરાશ થયા. ત્યાં ઉપસ્થિત કેટલાકે તો કહ્યું, ‘રોજ કેટલીયે સંખ્યામાં લોકો રજૂઆત માટે આવે છે પણ બધાને આજ જવાબ મળે છે..’

લોકો ખુબ ગુસ્સે છે..પંચનું આ કેવું વલણ? અને આમ જ કરવાનું હતું તો જાહેરાત આપીને લોકોને ધક્કા ખવડાવવાનો અર્થ શું? વિચરતા પરિવારો કેટલી આશા સાથે ગયાં હતા પણ એમનું કોઈ સાંભળે છે એવો દિલાસો પણ એમને ના થયો.. 

ફોટોમાં જુદી જુદી જાતિના આગેવાનો ખુબ આશાથી ગાંધીનગર જવા રવાના થયા એ વખતે એમનો આશાવાદી ચહેરો જે ગાંધીનગર ગયા પછી નિરાશામાં પલટાયો...

No comments:

Post a Comment