Thursday, March 12, 2015

"I will build my home myself……"

VSSM’s Tohid has been instrumental in opening bank accounts of  the nomadic families staying in Vijapur and ensuring that these families form a habit of saving money on regular basis. On Sunday I received a call from him. His sounded very cheerful and enthusiastic. 

“Bachubhai Salat has paid off the loan he had taken for buying a carrier rickshaw and in last 4 months he has saved Rs. 41,000,” informed Tohid. 

Bachubhai drove a rented rickshaw. Later he chose to buy his own rickshaw and instead of paying rentals pay the instalments. He worked really hard, paid of the loan and become debt free. 

All through this period Tohid has been guiding him in managing his money. Once the loan was paid of he asked him to begin saving so that he has savings in time of need. 

On Sunday Bachubhai showed his bank pass book to Tohid seeing which Tohid was extremely delighted. “I will build my house with my money” 

Its their sheer handwork that is pulling these families out of poverty.. may they rise always….

In the picture Bachubhai with his carrier auto and bank passbook.

‘મારું ઘર હું જાતે બનાવીશ’

વિજાપુરમાં રહેતાં સલાટ પરિવારોને બેંકમાં ખાતા ખોલાવી અને નિયમિત બચત કરતા કરવાનું કામ vssmના કાર્યકર તોહીદે કરાવ્યું. દર મહીને દરેક વ્યક્તિ બેંકમાં પૈસા જમા કરાવવા જાય છે કે નહિ એનું પણ એ બરાબર ધ્યાન રાખે. રવિવારે તોહીદનો ફોન આવ્યો. ખુબ જ ઉત્સાહ એના અવાજમાં હતો. 

‘બચુભાઈ સલાટે ટેમ્પાની લોન ભરી દીધી અને છેલ્લા ૪ મહિનામાં રૂ.૪૧,૦૦૦ ની બચત કરી..’ 

ભાડાની રીક્ષા ચાલવતા બચુભાઈએ ભાડાની રીક્ષા ચલાવવા કરતા પોતાની  લોડીંગ રીક્ષા  ખરીદવાનું નક્કી કર્યું મૂળ તો ભાડું ભરે એટલા રૂપિયા લોનના રૂપમાં ભરે તો રીક્ષા પોતાની થઇ જાય. રીક્ષા ખરીદી અને દિવસ રાત મહેનત કરી. આખરે દેવા મુક્ત થયા. લોડીંગ રીક્ષા પોતાની થઇ ગઈ. 

તોહીદ બચુભાઈને કામ અપાવવામાં પણ મદદ કરે અને સાથે સાથે માર્ગદર્શન પણ આપે. લોન ભરપાઈના સમાચાર બચુભાઈ એ આપ્યા કે, તોહીદે બચત કરવાનું કહ્યું. આ બચત જયારે જરૂર પડે ઉપયોગમાં લઇ શકાય અને કોઈ સામે હાથ લાંબો ના કરવો પડે.

આ વાતને ચાર મહિના થાય. રવિવારે બચુભાઈએ તોહીદને પાસ બુક બતાવી. જે જોઇને તોહીદ રાજી થઇ ગયો. બચુભાઈ કહે છે, ‘મારું ઘર હું જાતે બનાવીશ’ અથાગ મહેનતથી આ પરિવારો ધીમે ધીમે દરિદ્રતામાંથી ઉપર ઉઠે એજ અભ્યર્થના ..


ફોટોમાં બચુભાઈ એમની લોડીંગ રીક્ષા સાથે અને રૂ.૪૧,૦૦૦ની બચત દર્શાવતી એમની પાસબૂક..

No comments:

Post a Comment