Wednesday, January 28, 2015

The Meer are not nomads…...

Traditionally the Meer hail from the state of Rajasthan and were folk singers. They are blessed with soothing voice and sing soulful folk songs. In the times of Kings and Kingdoms the Meer sang for the kings. Today this community has adapted itself according to the needs of the region they have settled in. The Meer of Saurashtra lead a very settled life whereas the Meer of Northern Gujarat have a very challenging existence. The Meer of North Gujarat dress up like the Rajputs, rear small cattle like goats and sheep, whenever they get an opportunity they sing. Having settled in Gujarat for many decades now life should have been easy for this community but it continues to be otherwise. They wander in search of work through the year but spend monsoon season in a particular village.  They are still not allowed permanent residency to the village they come back to every monsoon. These Rajasthani Meer families can be found in settled in Northern, Central and Southern Gujarat and now Saurashtra. The state government has included this particular Meer community in the list of  Socially and Educationally Backward Class. They practically lead same nomadic lifestyle as the other nomadic tribes do but since they do not feature in list of Nomadic tribes they cannot access the various welfare schemes and government regulations designed for the nomads. Voters ID cards, Ration Cards and residential plots being the major ones.  

A while ago we filed applications for the Meer families settled in Banaskantha and Patan but since they do not feature in the list of nomadic communities they cannot be allotted residential plots. For them to understand the importance of featuring in a particular government list is difficult and even more difficult is providing the list of citizenry documents the officials ask for because they have none… When told that they won’t be allotted plots their response was, ‘but we are also nomads, we are poor as well and still the government won’t help us??’ When we have dilemma understanding the criterion and basis on which the government list are prepared these poor and ignorant families stand no chance to comprehend it. 

Mumbai and Saurashtra were two different states until 1956 from which states Gujarat and Maharashtra into existence in 1960. The list of Nomadic and De-notified tribes that existed in the states of Mumbai and Saurashtra were recognised by Gujarat and till date there have no modifications in this list. Whereas the OBC categorie that came into effect in 1978 has  72 castes listed  in it  and it has grown upto 146 castes today.  The level of awareness is very low amongst the nomadic tribes and they do not make any presentations to the government and none of the political parties are bothered to approach them and address their challenges…. we make the necessary representations on their behalf and we also wait……..

The picture below says it all…...

મીર વિચરતી જાતિમાં ના આવે....
રાજા રજવાડાંઓમાં ગાવા વગાડવાનું કામ કરતો મીર સમુદાય જુદી જુદી લાક્ષણિકતા પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં જુદું જુદું જીવન ધોરણ જીવે છે. સૌરાષ્ટ્રમાં રહેતાં મીર સ્થાઈ છે, એમને પોતાની ઓળખના પુરાવાના પ્રશ્નો નથી પણ ઉત્તર ગુજરાતમાં રજપૂતો પહેરે એવો (ફોટોમાં દેખાય છે એ પ્રકારે) પહેરવેશ પહેરનારા અને ઘેટાં-બકરાં રાખનારાં તો ક્યાંક ગાયન- વાદન કરવાવાળા મીરની દશા ખુબ કફોળી છે. મૂળ રાજસ્થાનના રહેવાસી આ વિચરતા મીર પરિવારો કામ ધંધાની શોધમાં ગુજરાતમાં આવીને રહ્યાં. હવે તો તેઓ અહીનાં જ થઇ ગયાં છે. હા હજુ ગામ નિશ્ચત નથી એટલે વિચરણ ચાલે જ છે. પણ ચોમાસું તો એક જ ગામમાં પસાર કરે. મોટાભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં  એમની વસતી છે. સૌરાષ્ટ્રમાં પણ હવે કામ ધંધા માટે એ ફરતા હોય છે.. આ મીરનો સમાવેશ રાજ્ય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC)માં કર્યો છે. વિચરતીમાં સમાવેશ ના હોવાના કારણે વિચરતી જાતિ માટે જાહેર થયેલી માર્યાદિત પણ ખુબ જ મહત્વની યોજનાઓનો લાભ આ પરિવારોને મળતો નથી. જેમાં મતદારકાર્ડ, રેશનકાર્ડ, રહેણાંક અર્થે પ્લોટ મુખ્ય છે..
બનાસકાંઠા, પાટણમાં રહેતાં આ પરિવારો માટે અમે પ્લોટ માટેની દરખાસ્ત કરી પણ વિચરતી જાતિમાં ન હોવાના કારણે એમને વિચરતી જાતિને પ્લોટ ફાળવવા કરેલા ઠરાવ મુજબ પ્લોટ ના મળી શકે.. આ પરિવારોને તો ઠરાવ, યાદીમાં ના હોવું એ બધું કંઈ સમજા
તું જ નથી. પ્લોટની દરખાસ્ત કર્યા પછી વિચરતી જાતિનું પ્રમાણપત્ર નથી એટલે પ્લોટ નહિ મળે એવું જયારે એમને કહ્યું ત્યારે એમણે કહ્યું, ‘પણ અમે તો વિચરતું જ જીવન જીવીએ છીએ! અમે ગરીબ છીએ સરકાર અમારાં જેવા ગરીબને મદદ નહિ કરે..?’ એમની વાત તદ્દન સાચી છે પણ સરકારની આ યાદી સંદર્ભની આંટી ઘૂંટી એટલી પેચીદી છે કે એ સમજતાં- સમજાવતાં અમે પણ થાકી જઈએ છીએ ત્યાં આ પરિવારો તો....
૧૯૬૩ માં બૃહદ મુંબઈ અને સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતાં અને એમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત બન્યા પછી એ વખતે બંને રાજ્યોમાં વિચરતી અને વિમુક્ત જાતિની જે યાદી હતી એ જ યાદી સરકારે માન્ય રાખી જેમાં આજદિન સુધી વધારો - ઘટાડો કે સુધારો થયો નથી. જબકી ૧૯૭૮માં બક્ષીપંચ બન્યું અને OBC માં ૭૨ જાતિઓ ઉમેરી જે આજે વધીને ૧૪૬ થઇ પણ વિચરતી જાતિની યાદી એટલી ને એટલી જ છે. આ જાતિઓમાં જાગૃતિ નથી એટલે એ ક્યાંય રજૂઆત કરતાં નથી અને સરકારમાંથી સામે ચાલીને કોઈ એમની પાસે જતું નથી.. અમે રજૂઆત કરી છે હવે અમારે પણ રાહ જોવાની છે..
આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે.. 

No comments:

Post a Comment