Thursday, August 21, 2014

The Vasfoda family members with their now useless Voter ID cards

A single nomadic family from Vansfoda community resides in Gajdinpura village of Patan's Sami block. The efforts of VSSM made it possible for this family to acquire Voter ID card and Ration card in the year 2011. When it came to making the village their permanent residence  the Sarpanch would just not agree to allot a residential plot to this family. It was difficult to understand why he would oppose providing plot to a single family. We made numerous requests to him but still he did not budge. After our dialogue he stopped opposing publicly but continued to resent allotment of plot. 

During the recent general elections three members of this family went to exercise  their franchise but were taken by surprise when their names did not feature in the village voting list. How could this happen as they had previously voted during the local polls!! They informed VSSM team member Mohanbhai about the issue. After the elections Mohanbhai went on to meet the Booth level Officer (BLO), Revenue officer and the Sarpanch but nobody helped in solving the mystery. All of them  collectively  displayed their ignorance on the issue. We took this matter forward and complained to the Mamlatdar. He also spoke to the BLO but nothing was revealed. The mamlatdar asked us to make fresh applications  for the Voter ID cards promising that new cards will be issued soon. 

The question here is not about getting new cards but how can something like this happen and till how long will such resistance continue…..

In the picture below : the Vasfoda family members with their now useless Voter ID cards. 

પાટણ જીલ્લાના સમી તાલુકાના ગાજદિનપુરામાં એક વાંસફોડા પરિવાર રહે છે. આ પરિવારને ૨૦૧૧માં આપણે મતદારકાર્ડ અપાવવામાં નિમિત બન્યા હતાં. તે પછી એમનું રેશનકાર્ડ પણ બન્યું. પણ રહેણાંક અર્થે પ્લોટ આપવા માટે સરપંચ સહમત નહિ. સરપંચને સમજાવવાની કોશિશ પણ કરી પણ એ સહમત નહિ. ‘વાંસફોડા સમુદાયનો એક જ પરિવાર છે એના એકના ગામમાં રહેવાથી ગામને શું નુકશાન થશે એમને કાયમ આ ગામમાં વસાવવામાં મદદરૂપ થાવ એવી વિનવણી પણ કરી.’ પણ આપણી આ વાત થયા પછી એમણે જાહેરમાં આ પરિવારના વસવાટનો વિરોધ કરવાનું બંધ કર્યું પણ એમના વસવાટ માટે તો એ તૈયાર ના જ થયા. 

૨૦૧૪માં આયોજિત લોકસભાની ચૂંટણી વખતે આ પરિવારોના ત્રણ પુખ્તવયના લોકો મતદારકાર્ડ સાથે મત આપવા ગયા તો એમનું નામ મતદાર યાદીમાં હતું જ નહિ. આવું કેમ થયું અત્યાર સુધી તો એમનું નામ હતું અને એ મત પણ આપી ચૂક્યા છે! એમણે vssmના કાર્યકર મોહનભાઈને આ અંગે જાણ કરી. ચૂંટણી પછી મોહનભાઈ ગાજદિનપુરા ગયા અને BLO(બુથ લેવલ અધિકારી), તલાટી અને સરપંચને મળ્યા પણ આ ત્રણેમાંથી કોઈ આ કેમ થયું એ કેહવા તૈયાર નથી. એ કહે છે કે, ‘અમને નથી ખબર એમના નામ કેમ નીકળી ગયા!’ 

આપણે આ અંગે મામલતદાર શ્રીને રજૂઆત કરી એમણે BLO ને આ થવાનું કારણ પૂછ્યું પણ સાચું કારણ કોઈ આપવા તૈયાર નથી. મામલતદાર શ્રી એ કહ્યું, ‘એમની મતદારકાર્ડ માટે ફરીથી અરજી કરી દો. અમે કાર્ડ આપી દઈશું.’ સમગ્રપણે વિચરતા પરિવારોની સ્વકૃતિ ક્યારે થશે? એ પ્રશ્ન સતત મૂંઝવે છે.. પણ શ્રદ્ધા છે બધું સારું થશે એવી..

ફોટોમાં પોતાના મતદારકાર્ડ જે કોઈ કામના નથી એની સાથે વાંસફોડા પરિવાર 

No comments:

Post a Comment